Mahel Mota Ne Mann Jena Sakda Re | મહેલ મોટા ને મન જેના સાંકડા રે: Lyrics, mp3, videos, biography, image gallery, the fact behind this content, and communication section for this content
Mahel Mota Ne Mann Jena Sakda Re | મહેલ મોટા ને મન જેના સાંકડા રે
મહેલ મોટા ને મન જેના સાંકડા રે
જેના મુખમાં નહિ રામનું નામ, કોઈ જાશો ના એવાને આંગણે રે
અંદર મેલાને બહાર દિઠે ઉજળા રે
નામ મોટાને કામ જેના કાળા, કોઈ જાશો ના એવાને આંગણે રે
મારુ મારુ કરી ને ધન મેળવું રે
ભરે તિજોરી માં ગરીબો ની હાય, કોઈ જાશો ના એવાને આંગણે રે
જમ જેવા મહેમાન જેને લાગતા રે
જેના મુખ ના હોય આદર ભાવ, કોઈ જાશો ના એવાને આંગણે રે
અમે ડાયાને બીજા બધા મૂરખા રે
એવું અંતરમાં હોય અભિમાન, કોઈ જાશો ના એવાને આંગણે રે
જેને ગોવિંદની વાત કદી ના ગમે રે
પાપ બાંધી જગત થાકી જાય, કોઈ જાશો ના એવાને આંગણે રે
મહેલ મોટા ને મન જેના સાંકડા રે
જેના મુખમાં નહિ રામનું નામ છે, કોઈ જાશો ના એવાને આંગણે રે
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
યુટ્યૂબ માં જોડાવ :- https://bit.ly/3r4ypUC